Lock down 2.0 - 20 એપ્રિલ થી શરૂ થઇ શકે છે આ સેવાઓ.
સમગ્ર દેશ માં કોરોના - corona થી બચવા લોકડાઉન 2.0 ની જાહેરાત ની સાથે
સરકારે 20 એપ્રિલ થી કેટલાક એકમો ચાલુ કરવાની વાત કરી હતી. આજે 20 એપ્રિલ થી દેશ ના
કેટલાક વિસ્તારો માં જરૂરી સેવાઓ શરૂ કરવામાં આવશે જેના થકી corona કોરોના સામે દેશ ના અર્થતંત્ર ને ફરી
થી ગતિ મળશે અને સાથે સાથે ગરીબ તથા મધ્યમ વર્ગ ને માટે આજીવિકા નો માર્ગ ખુલશે. જેના
માટે સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે જેનું ચુસ્તપણે પાલન કરવું આવશ્યક છે. આવો જોઈએ
કે 20 એપ્રિલ થી રાજ્ય માં ક્યાં અને કયા ક્ષેત્રો ચાલુ થશે અને કયા નિયમો લાગુ પાડવાની સંભાવના છે.
કોરોના લોકડાઉન વચ્ચે કઈ સેવાઓ ચાલુ થઇ શકશે?
રાજ્ય ની આઠ મહાનગર પાલિકા ની અંદર કન્સ્ટ્રકશન સેવાઓ શરતો ને
આધીન ચાલુ કરી શકાશે.
સ્વાસ્થ્ય સેવાઓ , ખેતી સાથે જોડાયેલી સેવાઓ , મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન સેવાઓ ને છૂટ આપવામાં આવી છે.
આ ઉપરાંત લોક ડાઉન ના બીજા ચરણ માં મનરેગા હેઠળ આવનારા કામ માં
છૂટ આપવામાં આવી છે. જેમાં વીજળી , પાણી અને
ગેસ જેવી સાર્વજનિક સેવાઓ ચાલુ રહેશે
.
રાજ્ય ની લગભગ બધી જ સરકારી ઓફિસ આ દિવસ થી કાર્યરત થશે. અહી
પણ કામ કરતાં સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરવું જરૂરી છે.
શહેરી વિસ્તાર ની અંદર આવેલી ઇંડસ્ટ્રીઝ ચાલુ નહીં થાય. ગ્રામ્ય
વિસ્તાર માં આવેલી ઇંડસ્ટ્રીઝ ને શરતો ને આધીન ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
જેના માટે કંપની સંચાલકે કલેક્ટર પાસેથી પરવાનગી લેવાની રહેશે. જેમાં શિફ્ટ ની સમય
મર્યાદા 12 કલાક ની રાખવામાં આવશે , તેમાં 6 કલાક બાદ આરામ આપવો , સામાજિક દૂરી જાળવવી , દરેક કર્મચારી એ માસ્ક નો ઉપયોગ
કરવો , નિયત સંખ્યા માં જ કર્મચારી કામ પર રાખી શકાશે. બાકી ના
કર્મચારીઓ ઘરે બેઠા કામ કરશે , રાત ની શિફ્ટ ની સમય મર્યાદા સાંજે
7 વાગ્યા થી સવાર ના 6 વાગ્યા ની રહેશે જેમાં મહિલાઓ ને નાઇટ શિફ્ટ માં ના બોલાવવાની
શરતો પણ રાખવામા આવી છે.
આ ઉપરાંત ગ્રામીણ વિસ્તાર માં પાણી ની જરૂરિયાત , સ્વચ્છતા
, વીજળી ના તાર લગાવવા , ઓપ્ટિકલ ફાઇબર
કેબલ લગાવવા જેવા કામો થઇ શકશે.
સરકારે એ વાત ની સ્પષ્ટતા કરી છે કે આ સેવાઓ શરૂ કરવાનો હેતુ
લોકોની સમસ્યાઓ પૂર્ણ કરવાનો છે. જો કોઈ જગ્યા એ સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો
નું પાલન કરવામાં નહીં આવે તો છૂટછાટ પાછી લેવામાં આવશે.
આ છૂટ એ વિસ્તારો ને જ મળશે જ્યાં કોરોના નો એક પણ કેસ નથી.સાથે
સાથે જે વિસ્તાર માં કોરોના વાયરસ ના દર્દીઓ છે , જે વિસ્તાર ને કોરોનાહોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે તે વિસ્તાર ને જોડાયેલા કોઈ પણ ક્ષેત્ર માં કોઈ પણ
પ્રકાર નું કામકાજ નહીં થાય.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો