Kabajiyat ni Dava - કબજીયાત ના ઘરેલુ ઉપચાર
કબજીયાત ના ઘરેલુ ઉપચાર-
આજ ના સમયે કબજીયાત ની તકલીફ લગભગ દરેક ઘર માં જોવા મળે છે. બેઠાડું જીવન , અનિયમિત ખોરાક , તણાવ ભરેલા જીવન ના કારણે કબજીયાત ની બીમારી ઘર કરી ગઇ છે. કબજીયાત દૂર કરવાના કેટલાક ઘરેલુ ઉપચાર જે આપ સરળતા થી અપનાવી શકો છો તે નીચે મુજબ ના છે.
- અજમો અને સોનામુખી નું ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે.
- ખજૂર ને રાત્રે પાણી માં પલાળી રાખી સવારે મસળી ગાળી ને તે પાણી પીવા થી કબજીયાત મટે છે.
- રાત્રે સૂતી વખતે સંતરા ખાવા થી કબજીયાત મટે છે.
- રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણી માં કે દૂધ માં બે ચમચી મધ મેળવી ને પીવા થી કબજીયાત મટે છે .
- રાત્રે સહેજ ગરમ કરેલા પાણી માં થોડું મીઠું નાખી ને પીવા થી કબજીયાત મટે છે.
- લીંબુ નો રસ ઠંડા અથવા ગરમ પાણી માં સવારે અને રાત્રે પીવા થી કબજીયાત મટે છે.
- કાળી દ્રાક્ષ ને રાત્રે ઠંડા પાણી માં રાખી સવારે દ્રાક્ષ ને મશળી ગાળી ને તે પાણી પીવા થી કબજીયાત મટે છે.
- સવારે ઉઠી ને પહેલા ગરમ પાણી પીવા થી કબજીયાત માં રાહત મળે છે.
- દરરોજ રાત્રે હરડે ચૂર્ણ અથવા ત્રિફલા ચૂર્ણ ને હુંફળા પાણી સાથે પીવા થી કબજીયાત માં રાહત રહે છે.
- એરંડી ના તેલ ને નવસેકા દૂધ માં મેળવી ને પીવા થી પેટ સાફ થાય છે અને કબજીયાત મટે છે.
- ઈસબગુલ કબજીયાત માટે રામબાણ ઈલાજ છે જેને દૂધ કે પાણી સાથે રાત્રે ઊંઘતી વખતે લેવું.
- કબજીયાત માટે ફળ માં જામફળ અને પપૈયા ને આખા દિવસ દરમિયાન ગમે ત્યારે ખાવા થી રાહત મળે છે.
- અંજીર ને આખી રાત પાણી માં પલાળી ને સવારે સેવન કરવા થી કબજીયાત માં રાહત મળે છે.
- નિયમિત રીતે યોગા અને વ્યાયામ કરવા એ કબજીયાત માટે ફાયદાકારક છે.
- તુલસી ના ઉકાળા માં સિંધવ અને સુંઠ મેળવી ને પીવા થી કબજીયાત મટે છે.
- 3 ગ્રામ મેથી નું ચૂર્ણ સવાર સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે.
- કબજીયાત માટે મધ ફાયદાકારક છે, રાત્રે ઊંઘતા પહેલા એક ગ્લાસ પાણી માં એક ચમચી મધ નાખી ને દરરોજ સેવન કરવા થી કબજીયાત માં રાહત રહે છે.
ઉપર બતાવેલા ઉપચાર ઘરેલૂ અજમાવેલા છે. તેમ છતા પણ તો વધારે તકલીફ જણાય તો
ડોક્ટર નો સંપર્ક કરવો આવશ્યક છે.
આશા રાખીએ છીએ કે જણાવવા માં આવેલ કબજીયાત ના ઘરેલુ ઉપચાર આપના પરિવાર ના
નિરામય સ્વાસ્થ્ય મટે ઉપયોગી બનશે.
Bro taru template aap ne www.desidavakhanu302.blogspot.com
જવાબ આપોકાઢી નાખો