Hair Fall Treatment in Gujarati - ખરતા વાળ ને અટકાવો.
સુંદર કાળા વાળ હોય એવી દરેક ની ઈચ્છા હોય છે. વાળ થી દરેક ની ખૂબસૂરતી વઘુ ખીલી ઊઠે છે. એવા સમયે ખરતા વાળ ની સમસ્યા બધાને હેરાન કરી મૂકે છે. ત્યારે કેવી રીતે ખરતા વાળ ને અટકાવવા? આપના વાળ ની માવજત માટે ની કેટલીક ટિપ્સ આપના ખરતા વાળ ને રોકી શકે છે.
Hair Fall Treatment
- દિવેલ ને ગરમ કરી ને વારંવાર વાળ ઉપર લગાવવાથી ખરતા વાળ માં ફાયદો થાય છે.
- ચણા ને છાસ માં પલાળી ને ચણા એક્દમ પોચા થાય ત્યારે માથા ઉપર મસળીને બે કલાક પછી માથું ધોવાથી જૂ અને ખોડા માં રાહત મળે છે.
- લીમડાના પાન ને પાણી માં વાટી ને પાણી થી માથું ધોવાથી ખોડો મટે છે.
- ગરમ પાણી માં આંબળા નો ભૂકો નાખી ઉકાળી, એ પાણી થી વાળ ધોવાથી વાળ સુંદર અને ચમકતા બને છે.
- માથા ના વાળ ખરતા હોય તો 500 ગ્રામ શુધ્ધ કોપરેલ માં 200 ગ્રામ સૂકી મેથી નાખી , સૂર્ય ના તડકા માં સાત દિવસ રાખો , ત્યાર બાદ તે તેલ ગાળી લો. આ તેલ સવાર સાંજ માથા માં ઘસવાથી વાળ ખરતા બંધ થાય છે, વાળ કાળા થાય છે અને નવા વાળ ઉગે છે.
- માથા પર કાંદા નો રસ ઘસવાથી માંદગી માં ખરી ગયેલા વાળ ફરી ઊગે છે.
- કૂવારપાઠુ ના રસ ને માથા માં 15 મિનિટ માટે લગાવો ત્યાર બાદ વાળ ને ધોવાથી એક અઠવાડીયા માં ખરતા વાળ માં રાહત મળે છે.
- આમળા , કાળા તલ , ભાંગરો અને બ્રાહ્મી સરખે ભાગે લઈ વાટી ને પાવડર બનાવી રોજ સવાર સાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે.
- વાળ ને ધોતા પહેલા વાળ માં અડધો કલાક માટે દહી લગાવવાથી ખરતા વાળ અટકે છે.
- ગ્રીન ટી માં રહેલું એન્ટિ ઓક્સિડેંટ ખરતા વાળ ને રોકે છે. એક કપ પાણી માં બે ગ્રીન ટી બેગ નાખી ચા બનાવો ત્યારબાદ તેને ઠંડુ કરી માથા માં એક કલાક સુધી લગાવી રાખો. ત્યારબાદ વાળ ને સરખી રીતે ધોઈ લેવા.
- ખરતા વાળ ને અટકાવવા મેથી ના દાણા ને રાતે પાણી માં પલાળી , સવારે તેને પીસી ને લેપ બનાવી વાળ પર લગાવો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો