Full width home advertisement

Travel the world

Climb the mountains

Post Page Advertisement [Top]

Yoga in Gujarati | Yoga for Health


What is Yoga? | Yoga in Gujarati | Yoga for Health


યોગ શબ્દ નો અર્થ થાય છે જોડાવું. એક સમયે યોગ શબ્દ ને માત્ર અધ્યાત્મિક રૂપ માં પરિભાષિત કરવામાં આવતો હતા. પરંતુ આજ ના સમયે દરેક વ્યક્તિ યોગ શબ્દ થી પરિચિત છે. આજે યોગ એક પુરક ચિકિત્સા ના રૂપમાં પ્રચલિત છે. અને બની શકે કે આવનારા સમય માં યોગ એક મુખ્ય ચીકીત્સા તરીકે ઉપયોગ માં આવે.

યોગ ના વિષય માં આજે પણ ઘણી ભ્રાંતિઓ ફેલાયેલી છે. આરોગ્ય વર્ધક આસન પ્રાણાયામ ને જ યોગ માનવમાં આવી રહ્યા છે. આસન પ્રાણાયામ થી જ યોગ સિધ્ધ થઈ જાય છે એવું ઘણા ને લાગે છે. હકીકત માં જોવા જઈએ તો આ આસન પ્રાણાયામ એ યોગ ના સામાન્ય સાધન છે. જેના થકી આગળ વધી શકાય. પરંતુ આ યોગ નું લક્ષ્ય નથી.

તો ચાલો જાણીએ યોગ શું છે? યોગ નું લક્ષ્ય શું છે? અને કેવી રીતે મેળવી શકાય છે? 

What is Yoga? | Yoga in Gujarati | Yoga for Health

યોગ નું લક્ષ્ય છે કે પરમાત્મા ના સંપૂર્ણ સ્વરૂપ નો સાક્ષાત્કાર કરવો. યોગ નો બીજો એક અર્થ એવો પણ છે કે આત્મા નું પરમાત્મા સાથે મિલન. એટલે કે જ્યારે આપણે આત્મ તત્વ ને જાણી લઈશુ ત્યારે પરમાત્મા ને જાણી શકીશું.

તો પછી બધા લોકો આત્મ તત્વ ને કેમ નથી પામી શકતા? તો એના જવાબ માં દર્શનીકો અને ઉપનિષદો માં એવું કહેલું છે કે આપણે જે કર્મો કરીએ છીએ તે કર્મ સંસ્કાર નું આવરણ આત્મા પર ચડે છે. માટે જે વ્યક્તિએ પોતાના કર્મસંસ્કાર થી નિવૃતિ મેળવી લીધી છે , મુક્તિ  મેળવી છે તે આત્મ તત્વ ને પામી શકે છે.

જેના માટે ચિતની વૃતિઓનો નિરોધ કરવાનું મહર્ષિ પતંજલિ એ કહ્યું છે. જેના માટે મન નું શાંત હોવું આવશ્યક છે. પરંતુ સામાન્ય પરિસ્થિતી માં મન શાંત હોતું નથી અને તેથી એવી પરિસ્થિતી માં ધ્યાન થવું પણ શક્ય નથી. માટે મનમાં ચાલતી ઉથલપાથલ ને શાંત કરવી આવશ્યક છે. જેમ જેમ મન શાંત થશે તેમ આપણે પોતાના માં સ્થિત થતાં જઇશું. અને જેટલા આપણે આંતરિક ગહેરાઈ માં જઇશું તેટલું આપણે આત્મતત્વ ને અનુભવી શકીશું.

આજના સમય માં આસન, પ્રાણાયામ અને ધ્યાન આ ત્રણ વાતો ના સમન્વય ને જ યોગ સમજવામાં આવી રહ્યો છે. જેના થકી મન અને શરીર સ્વસ્થ બને છે તે સત્ય છે. પરંતુ જ્યારે આપણે આપણાં પૌરાણિક ગ્રંથો નો અભ્યાસ કરીશું તો એ વાત ધ્યાન માં આવશે કે એમાં ક્યાંય પણ શારીરિક, માનસિક, આર્થિક આ વાતો અલગ અલગ ગણવામાં નથી આવી કેમકે એ ગ્રંથોમાં સમગ્રતા ને જ વ્યક્તિત્વ માનવામાં આવ્યું છે. જેના મુજબ તમે યોગ ની કોઈ પણ ક્રિયા કરશો તો તેનાથી તમારું સમગ્ર પ્રભાવી થશે.


યોગ નું પરમ લક્ષ્ય કેવી રીતે મેળવી શકાશે?


પતંજલિ ના કહેવા અનુસાર સમાજ માં ત્રણ પ્રકાર ની પ્રકૃતિ ના લોકો હોય છે. જેઓ અલગ અલગ રસ્તા થકી આત્મ તત્વ ને પામી શકે છે. તેમની પ્રકૃતિ પ્રમાણે તેમણે બતાવેલા રસ્તા ને અનુસરવો જરૂરી છે.  1) સત્વ ગુણી, 2) રજો ગુણી, 3) તમો ગુણી. જેનું વર્ણન આપણાં શાસ્ત્રો માં સંપૂર્ણતા થી કરવામાં આવ્યું છે. આપણે અહિયાં યોગ અને પતંજલિ ને અનુલક્ષી ને તેના વિષે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ.

    1) સત્વ ગુણી – એવા લોકો નો આ વૃતિ માં સમાવેશ થાય છે જેમનું મન ઉત્તમ છે જેમનુ મન થોડા પ્રયત્ન અને ધ્યાન થી લાગી જાય છે.  આવા લોકો માટે અભ્યાસ અને વૈરાગ્ય નો માર્ગ જણાવેલો છે. અભ્યાસ માં સતત પ્રયત્ન કરતાં રહેવાની વાત આવે છે. ત્યારબાદ ની વાત છે વૈરાગ્ય. વૈરાગ્ય નો અર્થ કેવળ એટલો નથી કે સંસાર નો ત્યાગ કરીને જંગલ માં વસવાટ કરવાનો છે. સંસાર કેવળ બહાર દેખાય છે એ નથી , પરંતુ સંસાર તો આપણી અંદર પણ છે, આપણી વૃતિમાં સંસાર છે, આપણાં મન માં સંસાર છે માટે આપણાં મન ને વૈરાગી કરવાનું છે.

    2) રજોગુણી – આ પ્રકૃતિ ના લોકો નું મન ધ્યાન માં ક્યારેક લાગે તો ક્યારેક નથી લાગતું. જે ક્યારેક સંસાર પાછળ દોડે છે તો ક્યારેક ધ્યાન કરવા. આવા લોકો માટે મહર્ષિ પતંજલિ એ ક્રિયા યોગ બતાવ્યો છે જેમાં તપ , સ્વાધ્યાય , અને ઇશ પ્રણિધાન નો સમાવેશ થાય છે. જેના સતત અભ્યાસ થી આત્મ તત્વ ને પામી શકાય છે.

    3) તમોગુણી – એવા લોકો કે જેમનું આવી કોઈ વાત માં ધ્યાન લાગતું નથી. આવા લોકો માટે મહર્ષિ પતંજલિ એ અષ્ટાંગ યોગ બતાવેલો છે. જેમાં પહેલી વાત છે યમ. યમ માં કેટલાક સામાજિક અને આંતરિક નિયમો નો સમાવેશ થાય છે જેના થકી માણસ સભ્ય સામાજિક જીવન જીવે છે. આવું જીવન બન્યા પછી નિયમ, આસન , પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ વગેરેનો અભ્યાસ કરતાં કરતાં ચિત્ત શુધ્ધિ કરી આત્મ તત્વ ને પામી શકાય છે.

ઉપરોક્ત માહિતી માં યોગ ની પાયાની વાત નો સમાવેશ કરવા માં આવ્યો છે. ઉપર જણાવેલી વાત એ યોગ નો પાયા નો સિધ્ધાંત છે અને યોગ ના લક્ષ્ય સુધી પહોચવાની વિવિધ ક્રિયાઓ છે. જેમાં અનેક વાતો નો સમાવેશ થાય છે.

પતંજલિ પછી ઘણા ઋષિઓ તથા યોગ ગુરુઓએ યોગ પ્રણાલીઓ તથા સાહિત્ય ના સુવ્યવસ્થિત દસ્તાવેજીકરણ દ્વારા આ ક્ષેત્ર ની જાણકારી અને વિકાસ માં મોટો ફાળો આપ્યો છે. પ્રાચીન સમય થી આજ સુધી વિખ્યાત યોગ ગુરુઓના ઉપદેશો દ્વારા યોગ નો તમામ વિશ્વ માં ફેલાવો થયો છે. આજે રોગ નિવારણ, સ્વાસ્થ્ય જાળવણી તથા વૃધ્ધિ માટે યોગ પ્રણાલી ઉપર સહુને દ્રઢ વિશ્વાસ છે. સમસ્ત વિશ્વમાં લાખો લોકોને યોગાભ્યાસ દ્વારા લાભ થયો છે અને યોગપ્રથા દિવસે ને દિવસે ફલતી અને વધુ સ્પંદિત થતી જાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Bottom Ad [Post Page]

| Designed by Colorlib