Full width home advertisement

728+3

Travel the world

Climb the mountains

Post Page Advertisement [Top]

728+3

Herd Immunity in Gujarati | Corona vs Herd immunity



Herd+Immunity



શું Herd Immunity થી કોરોના ને રોકી શકાશે?


કોરોના મહામારી ના સમય માં એક નવો શબ્દ સાંભળવા મળી રહ્યો છે અને તે એટલે Herd immunity. આજે વિશ્વ ના ડોકટરો અને વૈજ્ઞાનિકો હજુ સુધી કોરોના ની દવા કે વેક્સિન બનાવવામાં સફળ નથી થયા એવા સમયે બ્રિટેન જેવા દેશ માં કોરોના સામે લડવા માટે ના એક ઉપાય તરીકે Herd Immunity ને જોવામાં આવી હતી. ત્યારે શું છે આ Herd immunity? અને શું કોરોના Herd immunity થી હારશે? આ એક ચર્ચા નો વિષય બની ગયો છે.


Herd Immunity કઈ રીતે કામ કરે છે?


Herd+Immunity..

Herd immunity એટલે સામૂહિક પ્રતિરોધક ક્ષમતા. જ્યારે કોઈ બીમારી લોકસમૂહ ના મોટા ભાગ માં ફેલાય છે ત્યારે માણસ ની Immunity રોગ ની સામે લડવા માં મદદ કરે છે જે લોકો બીમારી થી લડીને સંપૂર્ણ સ્વસ્થ થઇ જાય છે તે લોકો બીમારીથી Immune થયી જાય છે એટલે કે તેમના માં રોગ પ્રતિકારાત્મક ગુણ વિકસિત થઇ જાય છે.

Herd immunity ની થીયરી સૌથી પહેલા ઇંગ્લૈંડ ના ચીફ વૈજ્ઞાનિક સલાહકાર એ આપી હતી.

Herd Immunity અને કોરોના.


Herd Immunity ની થીયરી પ્રમાણે જ્યારે કોરોના સંક્રમણ વધારે વિસ્તાર માં ફેલાશે  ત્યારે સંક્રમિત લોકો ના શરીર માં કોરોના થી લડવાની ક્ષમતા વધી જશે. જેના કારણે વ્યક્તિ ના શરીર પર કોરોના સંક્રમણ ની અસર નહીં થાય અને કોરોના પણ શરીર માં મોજૂદ કરોડો વાયરસ ની જેમ એક સામાન્ય વાયરસ બની જશે.

એના માટે પોલિયો સંક્રમણ નું ઉદાહરણ અપાયું છે.

કોરોના સામે Herd Immunity મેળવવાની શરતો શું છે?


કોઈ દેશ ની 50%-82%  સંખ્યા કોરોના સંક્રમિત હોય અને એનાથી લડીને Immune થાય તો આ Herd Immunity મેળવી શકાય.

તો શું ભારત માં Herd Immunity મેળવવી શક્ય છે? આના પર વૈજ્ઞાનિક અને ડોકટરો નો અલગ અલગ તર્ક છે. જાણકારો નું કહેવું છે કે કોરોના સંક્રમણ ને સાત મહિના સુધી નિયંત્રિત રીતે ફેલાવા દેવામાં આવે તો સાત મહિના પછી દેશ ની 60% થી વધુ આબાદી કોરોના થી Immune થઇ જશે અને ત્યારે આ બીમારી ફેલાતી અટકી જશે. મતલબ કે દેશ ના 78 કરોડ થી વધુ લોકો કોરોના સંક્રમિત થાય અને પછી એનાથી લડીને સાજા થાય .

જાણકારો ના કહેવા મુજબ ભારત ની 93% આબાદી 65 વર્ષ થી ઓછી ઉંમર ની છે એટલે અહિયાં કોરોના થી થતાં મોત યુરોપિય દેશ કરતાં બહુ ઓછા રહેશે. પરંતુ આ થીયરી હજુ એક સવાલ છે અને ગંભીર પણ છે. અને એનો જવાબ પણ નથી કે જો નિયંત્રિત રીતે વાયરસ ને ફેલાવા દેવામાં આવે તો એનાથી કેટલા મોત થશે અને યુવા આબાદી કોરોના સંક્રમણ થી લડી શકશે એની પણ કોઈ ગેરેંટી નથી.

એ પણ હજુ પ્રશ્ન છે કે જો 60% આબાદી સંક્રમિત થાય તો સંક્રમિત લોકો ની ભીડ ને કેવી રીતે સંભાળી શકાશે? કોરોના થી લડેલા શરીર માં એંટીબોડી બનશે એની શું ગેરેંટી? અને સાજા થયેલા લોકો માં ફરીથી કોરોના નહીં થાય એની પણ શું ગેરેંટી છે?

Herd Immunity ને નિયંત્રિત રીતે ફેલાવા દેવો એ પણ એક મોટો પ્રશ્ન છે કેમકે વાયરસ ને નિયંત્રિત માત્રા માં ફેલાવા દેવો એ આપણાં હાથ માં નથી.

બ્રિટન માં આ થીયરી નો બહુ વિરોધ થયો છે અને અંત માં જોન્સન સરકારે પોતાના પગલાં પાછા લેવા પડ્યા.

માટે એ વાત તો નક્કી છે કે કોરોના સામે ની લડાઈ માં આ Herd Immunity ને અમલ માં લાવવી લગભગ અશકય છે અને જો અમલ માં લાવીએ તો એનું મોટું દુષ્પરિણામ પણ ભોગવવું પડશે.
સમગ્ર વિશ્વ ના વૈજ્ઞાનિક અને ડોક્ટર અત્યારે કોરોના ની દવા માટે રિસર્ચ કરી રહ્યા છે. 

corona+-+stay+home



શક્ય છે કે  કોરોના ની દવા અને વેક્સિન બનતા કદાચ હજુ સમય લાગશે. તો આવા સમયે આપના હાથ માં વિકલ્પ એ જ છે કે આપણે સાવધાની રાખીએ અને  કોરોના થી બચવાના ઉપાયો નું પાલન કરીએ. આપણે એકબીજા થી દૂરી બનાવી રાખીને સોશિયલ ડિસ્ટેન્સિંગ નું પાલન કરીએ અને આ સંક્રમણ ને વધતું અટકાવીએ. સરકારે લાગુ કરેલા લોકડાઉન નું પાલન કરીએ અને સુરક્ષિત રહીએ.
728+3

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Bottom Ad [Post Page]

| Designed by Colorlib