How to Make Dalgona Coffee -
ડાલ્ગોના કોફી બનાવવાની સરળ રીત
ડાલ્ગોના કોફી હાલ ના સમયે સોશિયલ મીડિયા મા ખૂબ જ ટ્રેંડિંગ
થઇ રહી છે. તેથી જ આ ડાલ્ગોના કોફી ને ટીકટોક
કોફી પણ કહેવામા આવી રહી છે. તમે પણ આસાની થી આ ડાલ્ગોના કોફી ઘરે બનાવી શકો છો. તો
ચાલો જોઈએ ડાલ્ગોના કોફી બનાવવાની આસાન રીત.
સામગ્રી
ઇન્સ્ટન્ટકોફી (કોફી પાવડર) – 3 ટેબલ સ્પૂન
ખાંડ – 3 ટેબલ સ્પૂન
ગરમ પાણી - 3 ટેબલ સ્પૂન
ઠંડુ દૂધ – અડધો કપ
બનાવવાની રીત
ડાલ્ગોના કોફી બનાવવા એક બાઉલમાં 3 ચમચી કૉફી નાખો ત્યારબાદ 3 ચમચી ખાંડ નાખો અને 3 ચમચી ગરમ પાણી ઉમેરો. જો વધારે મીઠી કોફી
જોઈએ તો ખાંડ નું પ્રમાણ વધારી શકો છો. હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો. તેના માટે વ્હીસ્ક , કાંટા ચમચી કે વ્હીપર મશીન નો ઉપયોગ કરી શકો
છો. જ્યાં સુધી ફીણ વળે અને
ઘટ્ટ થાય ત્યાં સુધી આ મિશ્રણ ને ફેંટતા રહો. મિશ્રણ ઘટ્ટ
થઇ જાય પછી એક ગ્લાસમાં અડધે સુધી
બરફના ટુકડા અને દૂધ
ઉમેરો. ત્યારબાદ તેની ઉપર તૈયાર થયેલ ઘટ્ટ મિશ્રણ ને ગ્લાસ ના ઉપર ના
ભાગ માં પાથરી દો. ત્યારબાદ તૈયાર થઇ જશે તમારી ડાલ્ગોના કોફી.
ડાલ્ગોના કોફી ને વધુ આકર્ષક બનાવવા તેની ઉપર ચોકલેટ પાવડર , ચોકલેટ
છીણ કે લિક્વિડ ચોકલેટ પણ એડ કરી શકો છો.
કોરિયા માં સ્પોન્જી કોફી ડાલ્ગોના કોફી તરીકે ઓળખાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો