સરકારે જાહેર કરી લોક ડાઉન 2.0 માટેની નવી માર્ગદર્શિકા.
દેશ માં લોક ડાઉન ની તારીખ 3 મે સુધી
લંબાતા બધા માટે ચિંતા વધી ગઇ છે. સાથે સાથે લોક ડાઉન 2.0 માં કયા નિયમો લાગુ પડશેતેની પણ માહિતી સરકારે જાહેર કરી છે. જેમાં 20 એપ્રિલ પછી કેટલીક સેવાઓ ચાલુ કરી શકવાની
છૂટ ની વાત પણ કરવામાં આવી છે. આવો જોઈએ કઈ સેવાઓ માં છૂટ મળી શકે છે.
- બસ સેવા અને મેટ્રો સેવા બંધ રહેશે. સ્કૂલ અને કોચિંગ સેંટર બંધ રહેશે. વિમાની સેવા બંધ રહેશે.
- હોસ્પિટલ , નર્સિંગ હોમ , ક્લિનિક , ડિસ્પેન્સરિ , મેડિકલ સ્ટોર અને મેડિકલ લેબ ખુલા રહેશે.
- બઁક અને એટીએમ ચાલુ રહેશે.
- ઓઇલ અને ગૅસ સેક્ટર ના કામ ચાલુ રહેશે.
- હોટ સ્પોટ માં માત્ર જરૂરી સેવાઓ ને જ પરવાનગી મળશે. કન્સ્ટ્રકશન માટે છૂટ અપાઈ છે જેના અંતર્ગત ફ્લૅટ અને રોડ ના સમારકામ જેવા કામ થઇ શકશે.
- લોક ડાઉન માં કામ કરનાર નો વીમો ફરજિયાત રહેશે.
- ખેતી સાથે જોડાયેલી કામગીરી ચાલુ રાખી શકાશે. ખેતી માટે ના ઉપકરણો અને સમારકામ ની દુકાનો ચાલુ રાખી શકાશે. બિયારણ અને જંતુનાશક નું વેચાણ ચાલુ રાખી શકાશે.
- ગ્રામીણ વિસ્તારો માં ચાલતા ઉદ્યોગો ને છૂટ મળી છે. માનરેગા હેઠળ મજદૂરો સમાજિક દૂરી રાખી , મોઢા પર માસ્ક બાંધી કામ કરી શકશે.
- ઈમરજન્સી માં જો ઘર ની બહાર જવાની જરૂર પડે તો ફોર વ્હીલર માં ડ્રાઇવર સાથે એક વ્યક્તિ જઇ શકશે. ટુ વ્હીલર પર એક જ વ્યક્તિ જઇ શકશે.
- અનાજ કરિયાણા , શાકભાજી , ફળ , દૂધ ની દુકાનો ચાલુ રાખી શકાશે.
- પોલિસ , હોમ ગાર્ડ , સિવિલ ડિફેન્સ , ફાયર બ્રિગેડ , પાણી , વીજળી , ટ્રેઝરી જેવી સરકારી સેવાઓ ચાલુ રહેશે.
- સિક્યોરિટી સેવાઓ પણ ચાલુ રાખી શકાશે.
- આઈટી કંપનીઑ 50 ટકા સ્ટાફ સાથે સુરક્ષિત સ્થળે કામ કરી શકશે.
- જીવન જરૂરિ વસ્તુઓનું ટ્રાન્સપોર્ટેશન ચાલુ રહેશે. એક ટ્રક માં બે ડ્રાઇવર અને એક હેલ્પર બેસી શકશે. ટ્રક ના સમારકામ ની દુકાનો ચાલુ રાખી શકાશે સાથે હાઇવે પર ના ઢાબા ચાલુ રાખી શકાશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો