Why is Aarogya Setu? - આરોગ્ય સેતુ એપ કેમ જરૂરી?
કોરોના મહામારી થી બચવા માટે ભારત સહિત વિશ્વ ના સમગ્ર દેશો
શક્ય એવા પ્રયત્ન કરી રહ્યા છે.ભારત સરકાર દેશ ના નાગરિકો ને કોરોના થી બચાવવા માટે
અલગ અલગ પગલાં ભરી રહી છે. લોક ડાઉન નો સમય લંબાવી દેવામાં આવ્યો છે. સાથે સાથે કોરોના
સામે લડવા માટે કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા Aarogya Setu - આરોગ્ય સેતુ મોબાઇલ એપ ની શરૂઆત કરવામાં આવી છે. માનનીય શ્રી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ આ અપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે દેશવાસીઓ ને અપીલ કરી
છે. તો આવો જાણીએ શું છે Aarogya Setu Mobile App, તે કેવી રીતે કામ કરે છે અને કેમ જરૂરી છે?
Aarogya Setu Mobile App
Aarogya Setu અપ્લિકેશન આપના સ્માર્ટ ફોન માં આસાની થી ડાઉનલોડ કરી શકો છો.
ત્યારબાદ તેમાં તમારી જાણકારી જેવી કે પુરુ નામ ,વ્યવસાય , સ્થળ , મોબાઇલ નંબર રજીસ્ટર કરવા જરૂરી છે. આ એપ્લીકેશન માટે બ્લૂટૂથ અને જીપીએસ ચાલુ
રાખવા અનિવાર્ય છે. આ એપ ભારત ની 11 ભાષા માં કામ કરે છે.
એપ ને ઇન્સ્ટોલ કરતાં તમારી તબિયત વિશે
પુછવામાં આવશે જો તમને કોઈ બીમારી નહી હોય તો આ એપ તમને સ્વસ્થ વ્યક્તિ ની શ્રેણી માં
રાખશે.
જો તમે ક્યાય બહાર જાઓ છો અને તમારી
આસપાસ જે વ્યક્તિ છે તે પણ સ્વસ્થ હશે તો તમને કોઈ ખતરો નથી.
પરંતુ જો તે વ્યક્તિ થોડા દિવસ પછી
કોરોના સંક્રમિત થાય છે તો આ એપ આપને ખાસ સંદેશો મોકલશે કે તમે કોરોના સંક્રમણ ની આસપાસ
હતા માટે હવે તમારે તપાસ કરાવવી જરૂરી છે. બ્લૂટૂથ અને લોકેશન ટૅક્નિક નો ઉપયોગ કરીને
આ એપ આપને એવા દરેક વ્યક્તિ થી દૂર રાખશે જે કોરોના સંક્રમિત હશે. બસ , શરત એટલી છે કે એ સંક્રમિત વ્યક્તિ
ની પાસે પણ Aarogya Setu એપ હોવી આવશ્યક છે.
કોરોના સંક્રમિત વ્યક્તિ ની નજીક આવતા
જ આ એપ આપને એલર્ટ મેસેજ મોકલશે જેનાથી તમે એ વ્યક્તિ થી અંતર રાખી શકો.
જો તમે હોટ સ્પોટ વાળા વિસ્તાર માંથી
પસાર થશો તો આ એપ આપને રસ્તો બદલવા માટે સૂચના આપશે.
કોરોના નો ટેસ્ટ તમે કઈ જ્ગ્યા એ કરાવી
શકો છો એની માહિતી પણ આ એપ તમને આપશે. આ એપ માં બધા જ રાજ્યો અને કેન્દ્ર ની હેલ્પલાઇન
નંબર પણ આપેલા છે.
આ સિવાય આ એપ કોરોના સાથે જોડાયેલી
માહિતી પણ આપના સુધી પહોચાડશે.
સરકાર નો દાવો છે કે આ એપ માં લેવામાં
આવતી માહિતી માત્ર કોરોના સંબંધિત ડેટાબેઝ બનાવવા માટે જ કરશે. બધી જ જાણકારી ને સુરક્ષિત
જગ્યા એ સ્ટોર કરવામાં આવશે. જો આપ આ એપ ડીલેટ કરો છો તો 30 દિવસ ની અંદર તમારો બધો
ડેટા પણ ડીલેટ કરી દેવામાં આવશે.
આ ઉપરાંત આ એપ તમને કોરોના થી બચવાની
ટેવ વિષે પણ જાણકારી આપશે જેવી કે સામાજિક દૂરી રાખવી , ભીડભાડ થી દૂર રહેવું , નમસ્તે નો ઉપયોગ કરવો , વગેરે.
આ ઉપરાંત આ એપ સેલ્ફ ટેસ્ટ ની પણ સુવિધા
આપે છે જેમાં કેટલાક સવાલ-જવાબ થી કોરોના થવાની સંભાવના બતાવે છે અને જરૂરી સૂચન આપે
છે.
Aarogya Setu નો હેતુ –
આ એપ નો હેતુ એ જાણવાનો છે કે ક્યાક
તમે કોરોના વાયરસ સંક્રમણ ના ખતરા માં તો નથી ને અને જો ખતરા માં છો તો શું કરવું એની
માહિતી પણ આ એપ તમને આપશે.
આ એપ થી આપ જે પણ વિસ્તાર માં રહો છો
શું એ વિસ્તાર હોટ સ્પોટ ના ઝોન માં છે , શું એ વિસ્તાર માં કોરોના ના કોઈ નવા કેશ આવી રહ્યા છે , વિસ્તાર ની સ્થિતિ શું છે આ બધી માહિતી સરકાર ના ડેટાબેઝ માં જમા છે તો આ ડેટાબેઝ
ની મદદથી , આ એપ દ્વારા તમારો ડેટા સરકાર ચેક કરશે અને તમારે શું સાવચેતી રાખવાની જરૂર છે
તે આપને જણાવવા માં આવશે.
20 એપ્રિલ ની તારીખ બહુ મહત્વ ની છે
કેમકે એ દિવસે એ ચેક કરવામાં આવશે કે જિલ્લા માં રાજ્ય માં હોટ સ્પોટ ની શું સ્થિતી
છે. જો હોટ સ્પોટ વધતાં નથી અને કોરોના કેશ ની સંખ્યા નથી વધતી , વિસ્તાર માં જે કેશ છે તે એક લિમિટ
માં જ રહે છે તો સરકાર એ તપાસ કરશે કે તે વિસ્તાર ને 20 તારીખ પછી કેટલી છૂટ આપવી.
અને આ નિર્ણય માં Aarogya Setu એપ ખૂબ જ મહત્વ ની ભૂમિકા ભજવશે.
આગળ જઈને આ એપ આપણને ગ્રીન કાર્ડ પણ ઇસ્યુ કરશે જેના થકી આપણે બસ , ટ્રેન , ફ્લાઇટ , મોલ વગેરે સાર્વજનિક સેવાઓ નો ઉપયોગ કરી શકીશું.
કેન્દ્ર સરકાર ની આ પહેલ ને કોરોના
સામે વિજયી બનાવવા માટે આપણી જવાબદારી છે કે આ Aarogya Setu એપ ને આપણે ડાઉનલોડ કરીએ અને સાથે સાથે
શકય તેટલા વધુ લોકો સુધી આ માહિતી પહોચાડીએ અને ડાઉનલોડ કરવા પ્રેરિત કરીએ.
કોરોના COVID-19 થી ડરવાની જરૂર નથી પરંતુ તેનાથી
સાવચેત રહેવાની જરૂર છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો