Full width home advertisement

Travel the world

Climb the mountains

Post Page Advertisement [Top]




આવો મળીને આપણું , આપણાં પરિવાર નું અને આપણાં દેશ નું રક્ષણ કરીએ.

અત્યારે આપણાં દેશ સહિત સમગ્ર વિશ્વ કોરોના COVID-19 મહામારી સામે લડી રહ્યો છે. કેટલીક જ્ગ્યા એ આ બીમારી એ મહા વિનાશ કર્યો છે. તો આવા સમયે જરૂરી છે આ કોરોના COVID-19 બીમારી વીશે સંપૂર્ણ જાણકારી રાખવાની. તો આવો જોઈએ તેના લક્ષણો , કારણો અને કોરોના થી બચવાના ઉપાયો.

લક્ષણો-


  • શ્વાસ લેવા માં સમસ્યા
  • ગળા માં સતત બળતરા
  • સુખી ઉધરસ
  • વધારે તાવ
  • આ કોરોના ના સામાન્ય અને પાયા ના લક્ષણો છે . જો આપણે આમાથી કોઈ પણ સંકેત જણાય તો આવશ્યક છે નજીક ના આરોગ્ય કેન્દ્ર માં જઇ ડોક્ટર ની મુલાકાત લો અને તપાસ કરાવો.


કોરોના ફેલાવાના કારણો-

  • અસરગ્રસ્ત વ્યક્તિ સાથે ખૂબ નજીક રહીને વાત કરવાથી કોરોના ફેલાઈ શકે છે.
  • જો તમારી આસપાસ કોઈને વધારે ખાંસી કે છીંક આવતી હોય તો તેના સંપર્ક માં આવવાથી બીમારીની  શક્યતા વધે છે.
  • જો તમે અસરગ્રસ્ત વ્યક્તિ ને સ્પર્શ કરો છો અથવા જેઓ અન્ય દેશો માથી ભારત માં પાછા આવી રહ્યા છે તેમના સંપર્ક માં આવો છો તો કોરોના ફેલાવાની શક્યતા વધી જાય છે.
  • કોરોના વાયરસ મોટે ભાગે વૃદ્ધો ને અસર કરે છે સાથે સાથે જે લોકો હમણાં જ માંદગી માથી સ્વસ્થ થયા છે , જેમને લાંબા સમય થી કોઈ બીમારી છે તેમને પણ કોરોના બીમારી ની શકયતા વધી જાય છે. સાથે સાથે કોરોના સ્વસ્થ વ્યક્તિ ને પણ થઇ શકે છે.


બચવાના ઉપાયો-

  • કોરોના ના સંકેત ધરાવતી વ્યક્તિ ને જુઓ ત્યારે તેમણે સંકેતો વિષે જાણ કરો , તેમણે માસ્ક પહેરવાનો નો આગ્રહ રાખવા જણાવો , તેમના થી ઓછા માં ઓછું 3 ફૂટ નું અંતર રાખો , તેમને હોસ્પિટલ ની મુલાકાત લેવાની અને કોરોના વાયરસ નું પરીક્ષણ કરવાની વિનંતી કરો અને સાથે સાથે તેમને પોતાને અલગ રહેવાની વિનંતી કરો.
  • તમારા હાથ ને સાબુ થી 20 સેકંડ થી વધુ સમય સુધી ધોવો.
  • તમારા ચહેરા , આંખો અને મોઢા ને સ્પર્શ કરવાનું ટાળો.
  • કોઇની પણ સાથે હાથ મિલાવવાનું ટાળો , નમસ્તે થી જ અભિવાદન કરો.
  • જરૂર પડે ત્યારે તમારા હાથ ને સેનેટાઈઝર થી સાફ કરો.
  • તમારા મોઢા ને માસ્ક કે રૂમાલ થી ઢાંકેલું રાખો.
  • ઘર માંથી બહાર નીકળવાનું ટાળો.
  • સરકાર એ અમલ કરેલા લોક ડાઉન નું ચુસ્ત પણે પાલન કરો.
  • જો આપ ક્યાય બહાર જતાં નથી તો આપ કોરોના થી બચી શકો છો.
  • જ્યાં સુધી તમે કોરોના ને ઘરે નહિ લાવો ત્યાં સુધી તે તમારા ઘરે નહિ આવે.



ઘરે રહો , સુરક્ષિત રહો.



આવો આપણે સાથે મળીને કોરોના COVID-19 સામે ની જંગ લડીએ , આ સમયે ઘરે બેસી ને દેશ ના હિત મા સહભાગી થઈએ. COVID-19 ને ભારત માંથી દૂર કરીએ. આ માહિતી ને આપના પ્રિયજન સુધી અવશ્ય પહોચાડો અને તેમને પણ માહિતગાર કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Bottom Ad [Post Page]

| Designed by Colorlib