Acidity Na Gharelu Upchar - એસિડિટી ના ઘરેલુ ઉપચાર
એસિડિટી ની બીમારી આજે દરેક ઘર માં જોવા મળે છે.
મસાલેદાર ભોજન ના કારણે એસિડિટી નું પ્રમાણ વધી રહેલું જણાય છે. અનિયમિત ખોરક પણ એસિડિટી
નું એક મુખ્ય કારણ છે. એસિડિટી ની સમસ્યા થી બચવા ના કેટલાક ઘરેલુ ઉપચાર જે તમે આસાનીથી
અપનાવી શકો છો જે નીચે મુજબ ના છે.
- સફેદ કાંદા ના રસ માં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
- અનાનસ ના ટુકડા પર સાકર અને મરી ભભરાવી ને ખાવાથી એસિડિટી મટે છે.
- સફેદ કાંદા ને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.
- એલચી , સાકર અને કોકમ ની ચટણી બનાવી ખાવાથી એસિડિટી મટે છે.
- આંબળા નો રસ એક ચમચી , કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અડધી ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે.
- કોળા ના રસ માં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
- ગંઠોડા અને સાકર નું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.
- સૂંઠ , ખડી સાકર અને આમળા નું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.
- અડધા લિટર પાણી માં એક લીંબુ નો રસ નાખી , અડધી ચમચી સાકર નાખી બપોર ના જમવાના અડધા કલાક પહેલા પીવાથી એસિડિટી મટે છે.
- ગાજર નો રસ પીવાથી એસિડિટી મટે છે.
- તુલસી ના પાન ને દહીં કે છાસ સાથે લેવાથી એસિડિટી મટે છે.
- એક થી બે ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણાજીરાં ના ચૂર્ણ માં અથવા સુદર્શન ચૂર્ણ માં મેળવી લેવાથી એસિડિટી મટે છે.
- લીંબડા ના પાન અને આંબળા નો ઉકાળો બનાવી પીવાથી એસિડિટી મટે છે.
- કુમળા મુળા માં સાકર મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.
- સતાવરી નું ચૂર્ણ મધ સાથે લેવાથી એસિડિટી મટે છે.
- ધાણા અને સૂંઠ નું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસિડિટી મટે છે.
ઉપરોક્ત ઘરેલુ ઉપચાર અજમાવેલા
છે તેમ છતા પણ જો વધારે સમસ્યા જણાય તો ડોક્ટર નો સંપર્ક કરવો આવશ્યક છે. એસિડિટી નાઘરેલુ ઉપચાર આપના મદદગાર બને એવી આશા રાખીએ છીએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો