COVID-19 - વડાપ્રધાન ની દેશ ને અપીલ
14 એપ્રિલ ના રોજ કોરોના સામે ની જંગ
માં દેશ ને સંબોધિત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ દેશ ના નાગરિકો નો ધન્યવાદ
કરવાની સાથે લોકો ની સમજ અને ધૈર્ય ને બિરદાવ્યા છે. સાથે સાથે CORONA Covid-19 સામે લડવા સાત
વાતો પર વિશેષ ધ્યાન આપવા અપીલ કરી છે. જેનું પાલન કરવો એ રાષ્ટ્ર અને માનવતા માટે
આપણું કર્તવ્ય છે.
- આપણાં ઘરના વડીલો નું વિશેષ ધ્યાન રાખીએ , ખાસ કરીને જેમને જૂની બીમારી છે એમની વીશેષ કાળજી રાખવી છે.
- લોકડાઉન અને સામાજિક દૂરી ની લક્ષ્મણ રેખા નું પૂરી રીતે પાલન કરીએ , ઘર માં બનાવેલા માસ્ક નો અનિવાર્ય રૂપ થી ઉપયોગ કરીયે.
- રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ્ય મંત્રાલયે જે નિર્દેશ આપ્યા છે તેનું પાલન કરીએ.
- કોરોના સંક્રમણ નો ફેલાવ રોકવા માટે આરોગ્ય સેતુ મોબાઇલ એપ જરૂર ડાઉનલોડ કરીએ અને બીજા ને પણ ડાઉનલોડ કરવા પ્રેરિત કરીએ.
- જેટલું બને એટલું ગરીબ પરિવાર નું ધ્યાન રાખીએ , એમના માટે ભોજન જેવી પાયા ની જરૂરિયાત ની વ્યવસ્થા કરીએ.
- આપણે આપણાં વ્યવસાય , ઉદ્યોગ માં આપણી સાથે કામ કરતા રહેલા પ્રત્યે સહાનુભૂતિ રાખીએ , કોઈ ને પણ નોકરી માથી ના નિકાળીએ.
- દેશ ના કોરોના યોદ્ધાઑ - આપણાં ડોક્ટર , નર્સ , પોલિસકર્મી , સફાઈ કામદાર આ બધા નું આપણે સન્માન કરીએ , આદરપૂર્વક એમનું ગૌરવ કરીએ.
આ સાત વાતો નું આપણે ધ્યાન રાખીએ. આ
સાત વાતો માં આપણાં બધા નો સાથ આવશ્યક છે . નિષ્ઠાપૂર્વક આ વાતો માં આપણે સાથ આપીએ
અને CORONA Covid-19 સામે ના વિજયપ્રાપ્તિ માં આપણો સહકાર આપીએ અને લોક ડાઉન ના નિયમો નું પાલન કરીએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો