Ahmedabad Became 4th Biggest Corona Hotspot of India - અમદાવાદ બન્યું દેશ નું ચોથુ સૌથી મોટું કોરોના હોટસ્પોટ
અમદાવાદ બન્યું દેશ નું ચોથુ સૌથી મોટું કોરોના હોટસ્પોટ-
ભારત માં વધતાં રહેલા કોરોના કેસ માં અમદાવાદ શહેરનો પણ મોટી સંખ્યા
સાથે ટોપ 5 માં સમાવેશ થયો છે. દિવસે ને દિવસે કોરોના ના વધતા રહેલા કેસ ને કારણે અમદાવાદ
દેશ નું ચોથું સૌથી મોટું હોટસ્પોટ શહેર બની ગયું છે. દિલ્લી , મુંબઈ , ઈન્દોર બાદ અમદાવાદ ચોથા સ્થાન પર આવી ગયું છે.
અત્યાર સુધી માં અમદાવાદ માં કોરોના ના 1000 થી વધુ પોઝિટિવ કેસ આવી ચૂક્યા છે.
હોટ સ્પોટ વિસ્તાર માં વધી રહેલા કેસ એ ચિંતા નો વિષય બની રહ્યો
છે આ વિસ્તારો ને બફર ઝોન પણ જાહેર કરવામાં આવ્યા છે , કરફ્યુ
પણ લગાવવા માં આવ્યું છે તેમ છતાં કેસ સતત વધી રહ્યા છે.
વિસ્તાર માં સામાજિક દૂરી નું યોગ્ય પાલન નથી થઈ રહ્યું. ભીડ
ના કરવાની અપીલ નું પણ યોગ્ય પાલન નથી થઇ રહ્યું.
પોલીસ કર્મચારી , ડોક્ટર અને સ્વાસ્થ્ય કર્મચારી માં પણ કોરોના
કેસ પોઝિટિવ આવી રહ્યા છે.
પોલીસ અને કોર્પોરેશન વિભાગ ના કર્મચારીઓ પૂર્ણ પ્રયત્ન કરતાં
રહ્યા છે. જો નિયમો નું પાલન કરાવનાર પોલીસકર્મીઓ અને ઈલાજ કરનાર ડોક્ટર માં આ રીતે કેસ વધતાં રહેશે
તો સેવામાં માનવબળ (પોલીસદળ , કોર્પોરેશન કર્મચારી) ઓછું પડી શકે છે માટે
લોકો એ સ્વયંભુ જાગ્રત થવું પડશે અને જો આમ નહીં થાય તો પરિસ્થિતી વધુ બગડી શકે છે.
સોસાયટી ના લોકો એ જાગ્રત નાગરિક બની ને આ પ્રક્રિયાનું પોતે પાલન
કરવું પડશે. જો આ પરિસ્થિતી નહીં સમજાય તો બની શકે બીજા વિસ્તારો માં પણ કરફ્યુ લગાવવા
માં આવે.
આરોગ્ય વિભાગ પોતાની કામગીરી યોગ્ય રીતે નિભાવી રહી છે. ટેસ્ટિંગ
ની પ્રક્રિયા ઝડપ થી હાથ ધરવામાં આવી છે જેના કારણે વધુ નવા કેસ સામે આવી રહ્યા છે.
સાથે સાથે છૂટા છવાયા કેસ પણ વધી રહ્યા છે જે એક પડકાર સમાન છે.
આવા સમયે સરકારે જાહેર કરેલા નિયમો નું પાલન કરવું એ આપણી ફરજ
છે. આપણે જ આપણાં વિસ્તાર ને બચાવી શકીએ છીએ. કોરોના થી બચવાના ઉપાયો નું શક્ય એટલું
પાલન કરીએ અને બીજાને પણ પાલન કરવા માટે જાગ્રત કરીએ.
માટે ચાલો જાગ્રત બનીએ , સતર્ક રહીએ અને આપણાં
વિસ્તાર ને કોરોના થી બચીએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો