Khansi ni Dava - ખાંસી અને ઉધરસ ના ઘરેલુ ઉપચાર.
ઉધરસ અને ખાંસી આમ તો સામાન્ય રીતે દરેક ને થતી હોય છે પણ જ્યારે લાંબા સમય સુધી
મટે નહીં ત્યારે તેની ત્વરિત સારવાર આવશ્યક બની જાય છે. આ માટે કેટલાક ખાંસી ઉધરસ ના ઘરેલુ ઉપચાર
જે આપણે શરૂઆત થી ઘરે અપનાવી શકીયે છીએ જે નીચે મુજબ ના છે.
ખાંસી અને ઉધરસ ના ઘરેલુ ઈલાજ
- રાત્રે મીઠા ની કાંકરી મોંમા રાખી ચૂસવાથી ઉધરસ ઓછી આવશે.
- નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફ ની ખાંસી મટે છે.
- તુલસી નો રસ સાકર સાથે પીવાથી ઉધરસ તથા છાતી નો દુખાવો માટે છે.
- ગરમ કરેલા દૂધ માં હળદર અને ઘી મેળવી પીવાથી ઉદરસ અને કફ મટે છે.
- મીઠું અને હળદર વાળો શેકેલો અજમો જમ્યા પછી મુખવાસ તરીકે ખાવાથી ઉધરસ અને શરદી મટે છે.
- રાત્રે થોડાક શેકેલા ચણા ખાઈ , ઉપર પાણી પીધા વગર સૂઈ જવાથી ઉધરસ મટે છે.
- કાંદા ના રસ માં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે.
- લીંબુ ના રસ માં તેનાથી ચાર ઘણું મધ મેળવીને ચાટવાથી ઉધરસ મટે છે.
- હળદર તાવડી માં શેકી તેની ગાંગડી મોમાં રાખી ચૂસવાથી કફ મટે છે.
- અરડૂસી ના પાન ના રસ સાથે મધ લેવાથી ઉધરસ મટે છે.
- લવિંગ ને મોમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
- મરી નું ચૂર્ણ દૂધ માં ઉકાળી પીવાથી ઉધરસ મટે છે.
- એક ચમચી મધ અને બે ચમચી આદું નો રસ મેળવી પીવાથી ઉધરસ મટે છે.
- થોડી હિંગ શેકી તેને ગરમ પાણી માં મેળવી પીવાથી ઉધરસ મટે છે.
- લસણ ની કળીઓ ને કચળી , પોટલી બનાવી , તેની વાસ લેવાથી ઉધરસ , કફ મટે છે.
- લસણ ના 20-25 ટીપાં રસ શરબત માં મેળવી દિવસ માં ચાર ચાર કલાક ને અંતરે પીવાથી મોટી ઉધરસ , કફ મટે છે.
- ફુદીના નો રસ પીવાથી ઉધરસ મટે છે.
- સિંધવ , સૂંઠ , મરી , પીપર , રાઈ ને વાટી આદું ના રસ માં ગોળી કરી ચૂસવાથી ઉધરસ મટે છે.
- ખદિરાવટી ચગળવાથી ઉધરસ મટે છે.
- હળદર અને સૂંઠ સવાર સાંજ મધ માં ચાટવાથી ઉધરસ મટે છે.
ઉપર બતાવેલા ઉપચાર ઘરેલૂ અજમાવેલા છે. સામાન્ય ખાંસી ઉધરસ માં ઘરેલુ ઉપચાર કારગર
નીવડે છે. તેમ છતા પણ તો વધારે ખાંસી ઉધરસ જણાય તો ડોક્ટર નો સંપર્ક કરવો આવશ્યક છે.
આશા રાખીએ છીયે કે જણાવવા માં આવેલ ખાંસી ઉધરસ ના ઘરેલુ ઉપચાર આપના પરિવાર ના નિરામય
સ્વાસ્થ્ય મટે ઉપયોગી બનશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો