Pathri ni dava - પથરી ની દેશી દવા
આજ ની દોડભાગ
ની જીંદગી માં પથરી ની સમસ્યા સામાન્ય થઈ ગયી છે અને વધતી રહી છે. અનિયમિત અને અયોગ્ય
આહાર , અપૂરતા પ્રમાણ માં પાણી પીવું, જેવી જીવનશૈલી ને કારણે પથરી નું પ્રમાણ
વધી રહ્યું છે. તો આવો જોઈએ કેટલાક પથરી મટાડવાના દેશી ઉપચાર.
- પથરી માટે સૌથી પ્રથમ વાત છે કે વધારે
માં વધારે પ્રમાણ માં પાણી પીવું. એ ઉપરાંત છાસ , લીંબુપાણી નું સેવન વધારવું.
- તરબૂચ માં પોટેશિયમ
ની માત્રા વધારે હોય છે જે પેશાબ માં એસિડ ની માત્રા ટકાવવા માં મદદરૂપ થાય છે. પોટેશિયમ
ની સાથે તરબૂચ માં પાણી પણ ભરપૂર માત્રા માં હોય છે જે પથરી ને શરીર ની બહાર નીકળવા
માં મદદ કરે છે.
- આંબળા ના પાવડર
ના નિયમિત સેવન થી પથરી ની સમસ્યા દૂર થયી શકે છે. રોજ સવારે એક-એક ચમચી આંબળા નો પાવડર
લેવો જોઈએ.
- કારેલાં નો રસ છાસ સાથે પીવાથી પથરી મટી જાય છે.
- ગોખરુ નું ચૂર્ણ
મધ સાથે ચાટવાથી પથરી ઓગળી જાય છે.
- કાળી દ્રાક્ષ નો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.
- જુનો ગોળ અને હળદર છાસ માં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.
- કાંદા ના 20 ગ્રામ રસ માં 50 ગ્રામ ખાંડેલી મિસરી ભેળવીને ખાવાથી પથરી તુટી ને પેશાબ દ્વારા નીકળી જાય છે.
- પાલક ની ભાજી નો રસ પીવાથી પથરી મટી જાય છે.
- નારિયેળ ના પાણી માં લીંબુ નો રસ મેળવી રોજ પીવાથી પથરી મટે છે.
- ગાય ના દૂધ ની છાસ માં સિંધવ મીઠું નાખીને ઊભા ઊભા રોજ 21 દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
ઉપરોક્ત ઉપચાર
અજમાવેલા છે. તેમછતાં વધારે સમસ્યા હોય તો ડોક્ટર નો સંપર્ક કરવો આવશ્યક છે.
આશા રાખીએ છીએ કે પથરી ની સમસ્યા માથી છૂટકારો મેળવવા ઉપર બતાવેલા પથરી ના દેશી ઉપચાર આપના માટે મદદરૂપ
થશે.
Bhai tu ghargathu vaidu chpdimathi copy mare cho ne
જવાબ આપોકાઢી નાખો